આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.. જે લોકો નિરાશામાં ઘેરાયેલા હોય છે તેમને સહાનુભૂતિના શબ્દો ઘણા અગત્યના હોય છે.. કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના... આ રચના કોની છે તેની જાણ નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...
ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે
ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે
મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે
સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે
મિત્ર મેળવતાને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે
કોઈ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે
કોઈનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે
તો પછી આ જ ક્ષણને જડી દ્યો
તે સરકી જાય તે પહેલા...