Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે, ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે...


  • Published By :
  • Published Date : 2024-04-24 17:27:37

બાળકો આપણા દેશના ભાવિ છે... બાળકોનું ભવિષ્ય જેટલું ઉજવળ હશે તેટલું ઉજ્જવળ આપણા દેશનું હશે... પરંતુ અનેક વખત આપણે જોયું છે કે બાળકો રસ્તા પર ભીખ માગતા હોય છે... બે ટાઈમ બાળકોને જમવાનું મળે તે માટે દિવસ રાત જોયા વગર માતાઓ મજૂરી કરે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના.. 
  

ધરતીને પટે પગલે પગલે


ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરે :

અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –

ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે !


લથડી લથડી ડગલાં ભરતી,

લાખો નાર ગલી ગલીએ ફરતી

સારી રાત ભૂખે મજૂરી કરતી :

‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દમે –

ત્યારે હાય રે હાય, કવિ ! 

તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !


મન ! છોડ નિહાળવા તારલિયા,

કાળાં કેદખાનાં કેરા જો સળિયા –

એનાં ક્રંદન શું નથી સાંભળિયાં ?

એની ભીતર મૌન એકાકી રિબાઈ રિબાઈ હજારોના પ્રાણ શમે –

ત્યારે હાય રે હાય, કવિ ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં

લાખો ચીસ-નિઃશ્વાસભર્યા જગમાં,

સિતમે સળગંત ધરા-તલમાં :

રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને –

ત્યારે હાય રે હાય, કવિ ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે ?



દિનરાત જેઓની નસેનસમાં

પડે ઘોષ ભયંકર યંત્ર તણા,

પીએ ઝેરી હવા જે દમદમમાં,

એને શાયર શું ! કવિતા શું ! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે !

ત્યારે હાય રે હાય, કવિ ! તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે !

​

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,

ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,

પૂરી રોટી પ્રતિજનને જડશે :

કવિ ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,

તારાં કૂંજન આજ જલાવી દે, પ્રાણ ! રે દંભ ગાવા તને કેમ ગમે !

- ઝવેરચંદ મેઘાણી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.