Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હવે જીવતાં શીખી ગયો છું..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-05 18:14:30

આપણને બીજાને ખુશ કરતા આવડે છે પરંતુ પોતોને ખુશ કરતા નથી આવડતું.. બીજા શું વિચારશે તે વિચાર કરી આપણે આપણી રીતે આપણું જીવન નથી જીવતા. જ્યારે પ્રેમ સંબંધો તૂટે છે તો દુ:ખી થવાય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જે જિંદગી જીવવાની જ છોડી દેતા હોય છે. પોતાના પરથી વિશ્વાસ તે ગુમાવી દેતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના હવે જીવતા શીખી ગયો છું.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



સાથી શોધવાનું છોડી દીધું છે,

કારણ કે મિત્ર બનાવતા શીખી ગયો છું,

દુનિયા રૂપી આ ક્રૂર કસાઈવાડામાં પણ

હવે જીવતાં શીખી ગયો છું..


દરિયાની જેમ હું પણ હવે

કચરો બહાર કાઢતા શીખી ગયો છું,

નાશવંત મારા વિશ્વાસ પછી હું,

હવે જીવતાં શીખી ગયો છું..


કોકની આંખે પૂછેલા પ્રશ્નોનો હવે

જવાબ આપતા હું શીખી ગયો છું,

તો કોકની આંખોના જવાબ સમજીને

હવે જીવતાં શીખી ગયો છું..


થોડી ક્ષણોની મારી આ જિંદગીમાં

દુનિયાને ઉદગાર આપતા શીખી ગયો છું

ફરી એજ વૃક્ષ નીચે કોકબીજાની રાહ જોતા

હવે જીવતાં શીખી ગયો છું.


એની મુસ્કાનને પામવામાં

મારી જાતને ભૂલી જતાં શીખી ગયો હતો

છતાં આજે એને ભૂલ્યા પછી એવું લાગે કે

હવે હું જીવતા શીખી ગયો છું..


આખી દુનિયાને ભૂલી ગયો છું,

જાણે પોતાની જિંદગી જીવતા શીખી ગયો છું

દુનિયાદારીની હવે કાંઈ પડી નથી, કેમ કે

હવે હું જીવતાં શીખી ગયો છું.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?