Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ શું કરે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-12 18:20:09

ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે પોતાના માટે પોતે લડવું પડે છે. જો તમે પડી ગયા છો તો તમારે જાતે ઉઠવું પડશે, દુનિયા તમારી મદદ માટે આગળ નહીં આવે.. પોતાના કલ્યાણ માટે કામ પોતે જ કરવું પડશે.. જ્યાં સુધી આપણે પોતાની મદદ નથી કરતા ત્યાં સુધી ઈશ્વર પણ આપણી મદદ નથી કરતા તેવું આપણે સાંભળ્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે આવી જ કંઈક વાત કરી રહી છે. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


તું જાતને ના જોતરે તો કોઈ શું કરે?

ચીલો નવો ના ચાતરે તો કોઈ શું કરે?


માંગે મદદ તો કોઈ પણ રસ્તો ચીંધી શકે,

તુજને અહમ જો આંતરે તો કોઈ શું કરે?


જ્યાં ખાતરી કે પ્રેમથી દુનિયા ઝુકી જશે,

ત્યાં તુ ઘૃણાને નોતરે તો કોઈ શું કરે?


ચ્હેરા ઉપર તો સાચનો અભિનય ચમકચમક

પળવાળમાં જૂઠો ઠરે તો કોઈ શું કરે?


જીવનના ચક્રવ્યૂહમાં તું તો નવોસવો

કિસ્મત ઉપરથી છેતરે તો કોઈ શું કરે?


રણને તરસ છે એવી કે વરસાદ ભીંજવે

પણ થોર સઘળે વિસ્તરે તો કોઈ શું કરે?



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...