સોશિયલ મીડિયા પર આજકાલ લોકો વધારે એક્ટિવ થઈ ગયા છે... જેટલી વાતો સામે બેઠેલા માણસ સાથે નથી કરતા તેના કરતા વધારે વાતો દૂર બેઠેલા લોકો સાથે કરતા થઈ ગયા છે.. મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણે કે આપણી આસપાસ શું થાય છે તેની પણ ખબર નથી હોતી... સોશિયલ મીડિયાની અલગ જ દુનિયા હોય તેવું લાગે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાને સમર્પિત એક રચના..
ચહેરાની કોઈ ચોપડી હોતી નથી,
છતાં આ ફેસબુક કે વોટ્સએપ છે.
પોસ્ટ ઓફિસ અહીં હોતું નથી,
છતાં લોકો પોસ્ટ કરે છે.
રૂબરુ કોઈને અહીં મળતું નથી,
તોય સૌનું અહીં ગ્રુપ છે.
ભણવાની અહીં કોઈ નિશાળ નથી,
તોયે અહીં એડમીન છે.
કોઈનાં પણ અહીં એવાં મકાન નથી,
તોય અહીં સૌની પોતાની વોલ છે.
કોઈ પશુ પંખી અહીં હોતાં નથી,
તોય સૌને પોતાની નેટ છે.
કામકાજનું અહીં કોઈ કારણ જ નથી,
તોયે અહીં એક્ટીવીટી છે.
કોઈપણ અહીં નોકરી તો કરતું નથી,
તોયે દરેકની પ્રોફાઈલ છે.
ગામનો અહીં કોઈ ચોરો હોતો નથી,
તોયે પણ અહીં ચેટ છે.
પોતાના મોઢાં અહીં કોઈ જોતા નથી,
તોયે પણ ઈમોજી અનેક છે.
એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી,
તોયે લાઈક ડીસલાઈક અનેક છે.
ઝેરોક્ષની અહીં કોઈ એવી દુકાન નથી,
તોયે કોપી પેસ્ટ અનેક છે.