Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આંસુ તો આંસુ છે,


  • Published By :
  • Published Date : 2024-09-10 18:44:53

ઘણી વખત આપણે બહુ દુ:ખી હોઈએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. જ્યારે કોઈને આપણે આપણી વેદના કહેતા હોઈએ તો પણ આંખો ભરાઈ આવે છે. પરંતુ અનેક વખત બને છે કે કોઈ આપણી સામે હોય ત્યારે આંસુ ના આવે.. આંસુને એકદમ પવિત્ર માનવામાં આવે છે.. આંખોમાંથી નીકળતા આંસુ એ હૃદયની વાણી હોય છે. કોઈ વખત હરખના આંસુ નીકળે તો કોઈ વખત પીડાના આંસુ નીકળે.. દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે નીકળતા આંસુમાં અત્યંત પીડા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના આંસુની.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


આંસુ તો આંસુ છે,

એ ફક્ત નથી પાણી

એ તો છે હૃદયની વાણી


બચપણમાં રમકડાની જિદ માટેના આંસુ

જિદ પૂરી કરવાનું હથિયાર છે

જવાનીમાં કોઈ માટે વિરહના આંસુ

કોઈની યાદનું નજરાણું છે


કન્યા વિદાય વખતના આંસુ

પિતાની નજરથી દીકરી થવાના પીડાના આંસું હોય છે

હોય આંસુ એક સરખા

પણ ભાવ અલગ અલગ છે


ક્યારેક ખુશીના હોય આંસુ

તો ક્યારેક ઉદાસીના હોય આંસુ

ક્યારેક જુદાઈના હોય આંસુ

તો ક્યારેક મિલનના હોય આંસુ


ક્યારેક સફળતા લાવે આંખમાં આંસુ તો 

ક્યારેક નિષ્ફળતાની પીડા આપે આંસુ

આંસુ તો આંસુ છે

પછી સુખનાં હોય કે દુ:ખના


ભીતર પીડાઓનો સમંદર ઘૂઘવતો હશે

એટલે જ કદાચ ખારા હશે આંસુઓ

ક્યારેક સ્વજનની વિદાયથી આવતા આંસુ

સંસ્મારણોથી વ્યક્ત થાય આ આંસુ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે