Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આવે યાદ આજે મને મારી સ્કૂલ...


  • Published By :
  • Published Date : 2024-09-09 18:56:27

આપણી જીંદગીનો સૌથી યાદગાર ફેઝ જો કોઈ હોય તો તે બાળપણ છે.. બાળપણની યાદો હંમેશા આપણને યાદ રહે છે.. આપણે કરેલી મસ્તી, આપણને પડેલી લડ, માતા પિતાનો પ્રેમ ભરેલો ગુસ્સો.. તે સિવાય સૌથી વધારે મજા જો બાળપણની હતી તો તે હતો સ્કૂલનો સમય.. સ્કૂલના મિત્રો મોટા ગઈ ગયા બાદ પણ નથી ભૂલાતા... તે દોસ્તી કાયમી ટકે છે.. શિક્ષકો દ્વારા આપવામાં આવતી શીખ, શિક્ષકો દ્વારા આપવામાં આવતો દંડ આપણને યાદ રહી જાય છે અને તે જીવનમાં આપણને ઉપયોગી પણ સાબિત થાય છે. શાળામાં કરેલી મસ્તીને તો કેવી રીતે ભૂલી શકાય.. જો આપણે વર્ષો બાદ પણ શાળાએ જઈએ છીએ ત્યારે આપણને આ બધા દ્રશ્યો આંખોની સામે દેખાય.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



આવે યાદ આજે મને મારી સ્કૂલ

કેવા હતા એ દિવસો કલરફૂલ

સાથે બેસી ભણવું, ગણવું

ને સંપીને રમવું

સૌના થઈ સૌને ગમવું


અલગ અંદાજ, અલગ આનંદ

અલગ જ સમય હતો

મારી સ્કૂલનો,

શિક્ષક ભણાવતા, ગણાવતા

ને જીવનલક્ષી શિક્ષણ આપતા

શિસ્ત તો વળી મારી મારી શીખવાડતા

આજે એ જ ભણતરે 

કર્યું અમારા જીવનનું ચણતર


હતા અમે નાદાન

ના બુદ્ધિ, ના આવડત

જીવન જીવવાની પદ્ધતિ શું હોય રાખ!

આજે યાદ આવે ગુરૂ અમારા

જેના થકી જીવન ધન્ય અમારા

જેના જીવનમાં જોગુરૂ ન હોય

એનું જીવન પશુ સમાન હોય..


બાળકની જિંદગીનું

પહેલું પગથિયું સ્કૂલ છે

દીકરા દીકરીને ભણાવો

તેનું જીવન સુગંધી બનાવો

વિદ્યાએ જીવનનું સર્વશ્રેષ્ઠ ઈનામ છે..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે