મિત્રોનું આપણા જીવનમાં હોવું ખૂબ અગત્યનું છે. મિત્રો હોય છે તો જીવન જીવવા જેવું લાગે છે.. આપણે આપણા માતા પિતા કે પરિવારજનોની પસંદગી નથી કરી શકતા પરંતુ મિત્ર કોણ હશે તે આપણે પસંદ કરીએ છીએ.. આપણે નિરાશ હોઈએ અને દોસ્તને મળીએ તો આપણે ફ્રેશ થઈ જઈએ છીએ.. મનમાં ચાલી રહેલી વાતો આપણે દોસ્તને કહીએ તો સારૂં લાગે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો..
કોઈ દોસ્ત પૂછે કેમ છે કેડી
લગભગ મજામાં કહી દઉં છું,
નથી જાણતો હું કેવી હશે દુનિયા
મળે જો ઠપકો તો સહી લઉં છું..
ઘર કે ઓફિસ કામમાં વ્યસ્ત રહુ છતાં
મળે મિત્રો તો મહેફિલ માંડી લઉ છું,
સવારથી સાંજ નોકરી કરી
ગુજરાન રળી લઉં છું.
જીવનમાં અવનવા રસ્તાઓ
અને અજાણ્યા સ્ટેશનો વચ્ચે
મુસાફર બની દોસ્તો સાથે
રોજ સવારે સાંજ ફરી લઉં છું.
ઘોર પ્રવાસ આ સૃષ્ટિ પર કિન્તુ
ધર્મ અને કર્મમાં તાકાત છે બહુ
માનીને બધાઓનું સારૂં ઈચ્છું છું
ઘડીએ ઘડીનો અંત વિશે જાણું છું
કરીશું ખુશીઓના ઉત્સવો જિંદગીભર
ખુબી તો નથી પણ ખામી ઘણી હશે મારામાં
કહે કેડી સાથ રહેશે દોસ્ત તમારો તો
મંજિલે મળીશું સામા કિનારે કરીશું મોજ