આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેક તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના.... આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...
છે હિસાબ કરમના અહીંયા જ જો માંડવા
જેટલી સોડ જોઈ પછેડી તમે માપજો
એકલા આવવુ રે અહીં જાવું છે એટલા
જીવડાને ભલા કિંમતી શીખ એ આપજો
મારગે બધું કો દીન માર્યા વખાના મળે
હાથ હેતે થમી રાંકના દુ:ખડા કાપજો
છે જીવન આવશે આપદા ઓ ઘણી ચેતજો
સાચનો પંથ છોડી તમો ખાવ ના થાપજો
રાહ આસાન ક્યાં હોય છે આમતો સાચની
માધવે પણ હસીને પડ્યા ઝીલવા શાપજો