Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના -માતા પિતાની જેમ હકથી ફરજ નિભાવતો..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-24 16:18:21

ભાઈ બહેનના સંબંધો વિશે ઘણું બધું કહેવાયું છે. ભાઈ બહેન ગમે તેટલું ઝઘડે પરંતુ અંતે તો એક દુખી થાય તો બીજો આપોઆપ દુખી થઈ જાય.. નાના હોઈએ ત્યારે સૌથી વધારે એની જોડે ઝઘડતા હોઈએ છે પરંતુ જ્યારે દૂર જાય ત્યારે સૌથી વધારે યાદ ભાઈની આવતી હોય છે. ભાઈને પિતા તુલ્ય પડછાયો માનવામાં આવે છે. બહેનની ઢાલ ભાઈને મનાય છે. આજે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના સંબંધોને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો..   



સદાયે ઢાલ બની રહેતો

બેનીનો દુ:ખનો આધાર

રાખડીના પ્રેમરક્ષાના ધાગાનો 

જાણે કવચ બની રક્ષે

એનું નામ ભાઈ


માતા પિતાની જેમ હકથી

ફરજ નિભાવતો..

પજવે ઘણોય હંમેશા પણ

સૌને પજવતા રોકતો

એનું નામ ભાઈ


ઘરમાં એ હોય તો આનંદ

સદાબહાર ખીલવતી દિવાલ

પણ થોડોય વિખૂટો પડે તો

લાગતી ગમગીન ચાર દિવાલ

એનું નામ ભાઈ


મા બાપની મુસ્કાનનો આધાર

ઘડપણનો લાકડીરૂપ આધાર

આંખો વાંચી ઈચ્છાઓ પૂરતો

પરિવારનો એ ઉત્સાહજનક આધાર

એનું નામ ભાઈ


દુ:ખ આવે બેની પર તો

સતત વરસાવતો લાગણીના 

હામ..!

દૂર કરી દુ:ખોનેએ 

જાણે બનતો કોઈ ફરીશતો

મહાન...!

એનું નામ ભાઈ


જેની આંખો કહે સદાય હસતી 

રહો

હૃદય કહે સદાય સુખી રહો...!

દેતા આશીર્વાદ સદા

જાણે એ બન્યો બેનીનો

પડછાયો...!

એનું નામ ભાઈ


આ કળયુગના વાયરાથી

બદલાયા માનવના મગજ

પ્રીત, લાણી ઓછા થાવા

લાગ્યા

પણ હજુએ ક્યાંક ક્યાંક તો

જીવે છે ભીની ભીની

લાગણી..

એનું નામ ભાઈ.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?