Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચાને સમર્પિત રચના - દોસ્તીમાં એ સહાયક બનતી..


  • Published By :
  • Published Date : 2024-06-21 17:46:45

મોડી રાત હોય, ભાઈબંધોની મહેફિલ જામી હોય અને તેમાં ચાનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી ગઈ હોય તેવું લાગે.. ચાની આદત અનેક લોકોને હોય છે. ગમે તેટલી વાર, ગમે ત્યારે તેમને ચા આપો તે ચા માટે ના ક્યારેય નહીં પાડે... ચા માટે એવું કહીએ કે ચા સંબંધો પણ સુધારે છે તો પણ નવાઈ નહીં.. જ્યાં સુધી સવારની ચા નથી મળતી ત્યાં સુધી લોકોના દિવસની શરૂઆત નથી થતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચાને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


રાતની સુસ્તીને વિદારે છે 'ચા'

બ્રશ પછી તરત સંભારે છે 'ચા'...


દ્રોણાચલની સંજીવની છે 'ચા'

સવારે શક્તિને સંચારે છે 'ચા'..


માફક, તેજ, ગળ્યી કે મોળી,

આમ જુદા જુદા પ્રકારે છે 'ચા'...


દોસ્તીમાં એ સહાયક બનતી,

બગડેલા સંબંધ સુધારે છે 'ચા'...


મહેમાનગતિનું માનીતું પીણું,

કડકડતી ભૂખને મારે છે ચા


વ્યસન એવું સહજ થૈ જતું,

એસિડિટીને આવકારે છે ચા


કંટાળો કે બોજ હોય કામનો

શિરદર્દને હંમેશા વિદારે છે ચા


કલિયુગમાં તો દેવી જ સમજો

કદી જમવામાં સથવારે છે ચા



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે