Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-04 18:20:17

અનેક લોકો એવા હોય છે જેમને જીવનમાં ક્યાં જવું છે તેની ખબર નથી હોતી. જીવનના લક્ષ્યની ખબર નથી હોતી એટલા માટે તે ભટકતા રહે છે, દિશાહીન હોય છે. જીવનમાં કંઈક કરવું હોય છે પરંતુ શું તેની જાણ નથી હોતી.. નક્કી કરવાની ક્ષમતા જ અનેક માણસોમાંથી ખતમ થઈ ગઈ હોય તેવું લાગે છે. કંઈના કરે તો પણ જીંદગી તો ચાલે પરંતુ બેસી ક્યાં સુધી રહેવું તેની ખબર હોવી જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગૌરાંગ ઠાકરની રચના.. 



સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,

બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.


આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,

ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?


કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?

તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.


આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,

કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.


રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,

મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.


હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?

આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.


છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,

જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.


– ગૌરાંગ ઠાકર



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...