જ્યારે સહારો જોઈતો હોય ત્યારે લોકો સહારો નહીં માત્ર વાતો કરતા હોય છે.. જૂઠ્ઠા દિલાસાઓ આપતા હોય છે કે અમે તમારી સાથે છીએ.. પરંતુ વાસ્તવિક્તામાં એ આપણને મદદ નથી કરતા.. અનેક કિનારાઓ એવા હોય છે જે આપણને પસંદ નથી હોતા.. દુ:ખ અને દર્દ જ મળે છે કિનારા પર આવ્યા પછી.. અડગ વિશ્વાસ હોય છે પોતાની પર.. જ્યાં સુધી મંજિલ પર નથી પહોંચતા ત્યાં સુધી તેમને ચેન નથી પડતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના નથી ગમતા.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
મને આ દિલ તણાં જૂઠા સહારાઓ નથી ગમતા
અને આ વિરાન બાગોના નઝારાઓ નથી ગમતા
બહેતર છે ડૂબી જવું, મઝધારે તોફાનોમાં
દુ:ખો અને દર્દ મળે એવા કિનારાઓ નથી ગમતાં.
રોઈ રોઈ ભરી લેજો દામન આ મહોબ્બતનું
જૂઠી યાદોને આશાના મિનારા નથી ગમતાં
અમે બસ ચાલતા રહીશું અડગ વિશ્વાસે મંઝિલના
ન અમને રોકશો કોઈ, આ ઉતારાઓ નથી ગમતા
અમુલ્ય આ ઝિંદગીની અવદશા છે કેવી?
ફૂલોને પણ કાંટાના પનારાઓ નથી ગમતા