માણસની પરિસ્થિતિ જેમ જેમ બદલાય છે તેમ તેમ તેની સાથે સંબંધ રાખતા લોકોના વ્યવહાર પણ બદલાય છે.. માણસનો વ્યવહાર તો બદલાય છે પરંતુ માણસમાં રહેલી માણસાઈને પણ બદલાતા વાર નથી લાગતી.! ઘણી વખત બનતું હોય છે કે માણસ આપણી સામે અલગ હોય છે અને બીજાની સામે હોય છે.. દુનિયાની ફાલતુ પંચાતમાં અનેક લોકો જીવનને વેડફી નાખતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના જેમાં તે સંબોધની વાત કરી રહ્યા છે...
શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..
અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...
પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...
જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...
જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...
- બેફામ