Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના - ગુજરાત અફલાતૂન છે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 11:06:45

ગુજરાત... ગુજરાતીઓ માટે આ માત્ર શબ્દ નથી પરંતુ એક લાગણી છે.. ગુજરાતની સ્થાપના ભલે 1960માં થઈ પરંતુ ગુજરાતના ઈતિહાસ પર નજર કરીએ ત્યારે લાગે કેટલી સદીઓનો ઈતિહાસ સાચવીને ગુજરાત બેઠું છે... આ ધરા પર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓ થઈ ગઈ... આ ધરા પર ઝવેરચંદ મેઘાણી અને વીર નર્મદ જેવા સાહિત્યકાર થઈ ગયા... ગુજરાતીઓ જેટલા વેપાર માટે જાણીતા છે તેટલા જ જાણીતા તે ખાવા માટે પણ છે.... ગુજરાતીઓ એવા છે જેમને ઘરમાં હોટલ જેવું જોઈએ અને હોટલમાં ઘર જેવું... ! ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત એક રચના...    



ગુજરાત અફલાતૂન છે,

ગુજરાતી અફલાતૂન છે..


નેહ તણાં જ્યાં નેણલાં દૂઝે, 

સુખ સમુદ્ધિ સદાય રીઝે

એના એવા શુકુન છે,

ગુજરાત અફલાતૂન છે...


બુદ્ધિધન એનો ખોળો ખૂંદે,

મહેનત એની બુંદે બુંદે

એવી દેશદાઝનું ઝનૂન છે,

ગુજરાત અફલાતૂન છે..


વિશ્વપ્રવાસી છે ગુજરાતી

શાંતસ્વભાવી છે ગુજરાતી

વેપાર વણજ એનો ગુણ છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


કોઈનું એ તો ક્યારેય ન ઝૂંટે

પાણી ઉલેચે પૈસો ફૂટે

ધર્મધ્યાનેય નંબર વન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે


વિશ્વ વિજયના પંથે ચાલે 

ગગને વિહરે જરૂર કાલે

સપના એનો સંગીન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે..


વિજય તિલક કર્યું છે ભાલે,

નિશાન તાકે દુશ્મન ગાલે

એની નસ નસ ખુન્નસ ખૂન છે

ગુજરાત અફલાતૂન છે

ગુજરાતી અફલાતૂન છે...


બનાસવાસી, અમદાવાદી,

સુરત કચ્છી કે કાઠી

એનો જનજન બેનમૂન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતની અફલાતૂન છે...


છે ભરતખંડની પુણ્યભૂમિ

વીર વીરાંગના શૌર્યભૂમિ

એને કોટિ કોટિ વંદન છે

ગુજરાત અફલાતૂન છે 

ગુજરાતી અફલાતૂન છે....



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...