દીકરી...આ શબ્દ સાંભળતા જ અનેક લોકોના ચહેરા પર સ્મિત આવી જતું હોય છે. જે પિતા પોતાની દીકરીથી દૂર રહેતા હશે તેમને દીકરી યાદ આવી ગઈ હશે... દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ અવર્ણનીય છે.. દીકરીનો સૌથી પહેલો પ્રેમ તેનો પિતા હોય છે... પિતા ભલે એટલો પ્રેમ ના દર્શાવે જેટલો માતા દર્શાવે પરંતુ તે પ્રેમ તો માતા જેટલો અથવા તો માતા કરતા વધારે કરતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના જેના કવિ કોણ છે તેની ખબર નથી પરંતુ રચના રડાવી દે તેવી છે... !
જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે,
માં નહિ પણ પિતાની લાડકી હોય છે,
પિતાનું તો એ સ્વાભિમાન હોય છે,
માં હમેશા ટોકતી હોય છે,
અને પિતા જીદ પૂરી કરતા હોય છે,
નાની હોય ત્યારથી પિતાની એકજ ઈચ્છા હોય છે,
કે મારે તો દરેક જન્મ બસ દીકરી જ જોઈએ છે,
પિતાની આંખોમા દીકરીના લગ્નના સપના હોય છે,
દીકરી માટે સારા છોકરા એ કાયમ ગોતતા હોય છે,
દીકરીનું કન્યાદાન તો સહુ થી મોટું પુણ્ય હોય છે,
આના થી મોટું દાન આ દુનિયામાં ક્યાય ના હોય છે,
દિલના ટુકડાને પોતાનાથી દુર કરવાનું જે દુખ હોય છે,
એ દુખ તો ફક્ત દીકરી ના પિતા જ સમજતા હોય છે,
દુખ ભલે થાય તોય પરણાવી તો પડે છે,
પ્રેમ તો ઘણો હોય પણ દુનિયા ની રીત નડે છે,
દીકરી ની વિદાય એ સહુ થી કપરો સમય બને છે,
જેમાં દીકરી નો બાપ કિંકીર્ત્વ્ય્મુઢ બને છે,
ખુશ રેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે,
ખુશ હસે કે નહિ એની ચિંતા આજીવન રે છે,
એટલે કહું છુ મિત્રો આ વાંચી ને તમે જાગજો,
ઈશ્વર પાસે દીકરો નહિ દીકરી જ માંગજો…
– અજ્ઞાત