રાજકોટમાં શનિવાર સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ.. 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. આ ઘટના બાદ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે... આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવશે, રિપોર્ટ આપવામાં આવશે.. સવાલ એ થાય કે એસઆઈટીનું ઘટન અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે... એ મોરબીની દુર્ઘટના હોય કે પછી સુરતમાં બનેલી ઘટના હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મનોજ સંતોકીની..
થોડો સમય જવાદો થઈ જશે લાશના સોદા,
દલાલોની વસ્તી છે આ, કરશે શ્વાસના સોદા.
મોરબીનું માતમ, સુરતમાં સળગતો આતમ,
ટેબલ નીચે થાય છે પ્રજાના વિશ્વાસના સોદા.
હરણીમાં ડૂબ્યા ભૂલકા, રાજકોટમાં સળગે,
અંધકારનો રખેવાળ કરી રહ્યો ઉજાસના સોદા.
આ લોકતંત્રની ખુરશીના પાયા માંગે છે રક્ત,
તડપાવી મારશે એ, કરશે તમારી પ્યાસના સોદા.
નહીં છોડવામાં આવે કોઈને, પૈસા આપ્યા વગર,
હેવાન બનેલ લોકો કરે, આંખની ભીનાશના સોદા.
રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે?
મનોજ અહીં બંડલો ફેંકી થાય છે તપાસના સોદા.