Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-13 17:57:49

બાળકને માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્યાર નથી દેખાતો..માતા બાળકના વર્તમાનની ચિંતા કરતી હોય છે પરંતુ પિતાને બાળકના ભવિષ્યની ચિંતા હોય છે. અનેક વખત બાળકની નફરત પિતાને સહન કરવી પડતી હોય છે.. પિતા જો શીખામણ આપે તો બાળક નફરત કરવા લાગે છે.. પિતા દ્વારા કહેવામાં આવેલી વાતો બાળકને જ્યારે સમજાય છે ત્યારે મોડું થઈ જતું હોય છે..સાહિત્યના સમીપમાં પિતાને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા

પપ્પા મને વારસાઈમાં સમજદારી દઈ ગયા


આપી દુવા માથા ઉપર બે હાથ મૂકીને કે શું?

પપ્પા મને વારસાઈમાં જવાબદારી દઈ ગયા


વટથી રહેજે, ન્યાય કરજે, જીવજે તું શાનથી

પપ્પા મને વારસાઈમાં અમલદારી દઈ ગયા


ભીનાશ આંખોની કવનમાં ઉતરી હોઈ શકે

પપ્પા મને વારસાઈમાં કલમકારી દઈ ગયા


શોખીન તારા શોખ બીજાની ખુશીમાં જળવાઈ

પપ્પા મને વારસાઈમાં સબક સારી દઈ ગયા   



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.