Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે કવિ નર્મદની રચના - સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-26 16:20:00

દેશ આજે 75 ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. લોકોમાં રહેલો દેશપ્રેમ 15 ઓગસ્ટ તેમજ 26 જાન્યુઆરીના દિવસે બહાર દેખાતો હોય છે. વતન માટે કઈ પણ કરી છુટવાની ભાવના આ બે દિવસો દરમિયાન જોવા મળતી હોય છે. યુવાનો દેશનું ભાવિ છે, વિદ્યાર્થીઓ દેશનું ભાવિ છે. જીવનમાં સાહસનું મહત્વ રહેલું છે. સમય પર લેવાયેલા નિર્ણય આગળ જતા આપણને ફાયદો પણ કરાવે છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે કવિ નર્મદની રચના યા હોમ કરીને પડો ફતેહ છે આગે. 


યા હોમ કરીને પડો ફતેહ છે આગે

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.


કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,

શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;

હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,

જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;

ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,

તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;

સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,

સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;

થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,

સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;

સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,

સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;

સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,

સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;

સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,

સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;

સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?