Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ નર્મદની રચના - સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-24 18:44:03

સામાન્ય માણસો અને સફળ લોકોમાં એટલો જ ફરક હોય છે કે સાહસિક લોકો કંઈ પણ કામમાં પાછળ નથી પડતા. સાહસ કરીને તે પોતાના જીવનમાં આગળ વધતા હોય છે. માત્ર નસીબના જોર પર નહીં પરંતુ કામ કરીને જીવતા લોકો જીવનમાં સિદ્ધિ હાંસલ કરતા હોય છે. કામને ટાળવા કરતા કામને જલદી કરી દેવામાં તે લોકો માનતા હોય છે. સાહસિક માણસ પોતાના જીવનમાં જે ધારે તે કરી શકે છે.. સાહિત્યના સમીપમાં આજે એવી રચના પ્રસ્તુત કરવી છે કવિ નર્મદની રચના.. કવિ નર્મદની આજે જન્મજયંતિ છે અને તેમની યાદમાં દર વર્ષે 24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મનાવવામાં આવે છે..    


સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.


કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,

શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;

હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,

જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;

ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,

તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;

સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,

સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;

થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,

સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;

સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,

સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;

સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,

સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;

સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,

સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;

સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…   



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.