સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી... વિચારોનું ટોળું આપણી સાથે ફરતું રહે છે... અનેક વખત પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે જેમાં આંખોમાં આંસુ હોય છે પરંતુ હોઠો પર સ્મિત પણ હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે હું ને સમર્પિત છે. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...
હું એટલે, મારામાં વિચારોનું મોટું જોળું
કાયમ સાથે ફરતું મારી અંદર એક ટોળું...
મન કહે તું માન મારૂં. મગજ કહે છે સાચું
એ હુંસાતુંસીમાં ભીંસાતું પારેવું મુદ ભોળું
જીભ માગે આંસુ સારે, હોઠે સ્મિત પહેર્યું
પેટ કહે, બનાવજે તું મારા માટે તો મોળું
આંખો મારી આંસુ સારે, હોઠે સ્મિત પહેર્યું
આ બધામાં હું કેમ કરીને જાત મારી ખોળું?
એક આંગળી ચીંધું, ત્રણ થાય મારી બાજુ
કેવી રીતે નક્કી કરૂં હું? શું કાળું - શું ધોળું?
કેટકેટલા વિરોધાભાસને ભેગા રાખી જીવું
એ વિચારને વિચારતા, હું આંખો મારી ચોળું