Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપિન પરીખની રચના - પિતા જ્યારે હોતા નથી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-21 16:56:04

માતા પિતાનું સ્થાન બાળકના જીવનમાં અનેરૂં હોય છે. માતા પિતાનું સ્થાન કોઈ પણ નથી લઈ શક્તું. બાળકને નાનાથી મોટા કરવામાં માતા પિતાની આખી જિંદગી જતી રહેતી હોય છે. બાળકો પાછળ માતા પિતા જીવન ખર્ચી નાખે છે પરંતુ જ્યારે તેમને સહારાની જરૂર હોય છે ત્યારે તેમના સંતાનો તેમને સાચવતા નથી. આ કડવું લાગશે પરંતુ અનેક પરિવારોની આ વાસ્તવિક્તા છે. કવિતા એ માતાની પીડાનું વર્ણન કરે છે જેને એ ડર સતાવતો હોય છે કે તેના સંતાન તેમને સાચવશે ખરો? ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપીન પરીખની રચના પિતા જ્યારે હોતા નથી...  


‘આ પુત્ર મને સાચવશે ખરો ?’


પિતા જ્યારે હોતા નથી

અને મા વધારે વૃદ્ધ થતી જાય છે

ત્યારે એની આંખમાંથી

પ્રશ્ન ડોકાયા કરી છે :

‘આ પુત્ર મને સાચવશે ખરો ?’

પણ એ પ્રશ્ન શબ્દ બનીને

હોઠ ઉપર નથી આવતો.


આ એ જ મા

જેણે મને ફૂલની જેમ સાચવ્યો,

જે મારાં

પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –

હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં

સુધી,


આ એ જ મા

જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ

સૂતી,

આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે –

પણ બોલતી નથી.

એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે

કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?


હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.

ફક્ત

મને મારા

હાથ

કાપી નાખવાનું મન થાય છે.


-વિપિન પરીખ



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...