મા બાપ સિવાય બાળકના ઘડતરમાં જેનો સૌથી મોટો ફાળો હોય છે તે હોય છે શિક્ષકનો.. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું યોગદાન સૌથી મોટું હોય છે.. બાળકના જીવનનું ઘડતર શિક્ષક કરે છે.. વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષક ગુસ્સો કરે છે, લડે છે પરંતુ પ્રેમ શિક્ષક વિદ્યાર્થીઓને કરતા હોય છે. બાળક આગળ વધે તેવી ઈચ્છા તેમના શિક્ષકની હોય છે. શિક્ષક વિના બાળક આગળ નથી વધી શકતું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત એક રચના.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
અહમને દરવાજા બહાર ફેંકી અંદર આવું છું
કારણ કે હું શિક્ષક છું.
ક્યારેક આવે ગુસ્સો તોયે સંયમ જાળવું છું
કારણ કે હું શિક્ષક છું..
દરરોજ પુસ્તક લઈ પહેલા ભણવા બેસું છું
કારણ કે હું શિક્ષક છું.
નથી મારી કોઈ જાત નથી કોઈ ધર્મ
કારણ કે હું શિક્ષક છું..
ક્યારેક બાળકો સાથે બાળક બની જાઉં છું,
કારણ કે હું શિક્ષક છું,
દરરોજ કેટલાય ભાવિને એક દિશા આપું છું
કારણ કે હું શિક્ષક છું..
ક્યારેક બાળકોને ગુરૂ બનાવું છું
કારણ કે હું શિક્ષક છું
છું હું સમાજના ઘડતરનો પાયો છતાંય
ક્યાંક હું રહી જાઉં છું વેગળો
કારણ કે હું શિક્ષક છું..