Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના - મારે પાછુું બાળક બનવું છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-18 17:49:39

નાના બાળકોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય.. આપણે પોતાના બાળપણના દિવસો યાદ કરવા લાગીએ.. શાળામાં અમે આવી મસ્તી કરતા હતા, આવી રીતે દોસ્તો સાથે ફરવા જતા હતા તેવી વાતો મોટાના મોઢે અનેક વખત સાંભળી હશે. નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના...      


મારે પાછુું બાળક બનવું છે...

એ શાળાએ જતા જતાં મારે મને ભરીને રડવું છે

પેલા મોટા સાહેબનાં હાથમાં સોટી જોઈને, 

પાછા ઘર તરફ વળવું છે

મારે પાછું બાળક બનવું છે..


નાની સરખી વાતોમાં 

બધા સાથે લડવું છે,

પેલી પથ્થરની પાટીમાં હજૂ ઘણુંબધું , 

ચિતરવું છે 

મારે પાછું બાળક બનવું છે..


ખભા સાથે ખભો મિલાવીને 

એ ભાઈબંધો સાથે બે કદમ ચાલવું છે

એ વાતોનાં ખજાનાનું તાળું,

મારે ફરીથી ખોલવું છે

મારે પાછું બાળક બનવું છે


વરસતાએ વરસાદમાં મારે

મસ્ત થઈને નાચવું છે

માટીની સુગંધથી તનમન

તરબોળ કરી નાખવું છે

મારે પાછું બાળક બનવું છે


રડવું છે હસવું છે,

 ને હજી તો ઘણુંબધું જીવવું છે

 મતલબી દુનિયાને છોડી

મારાએ બાળપણને મળવું છે

મારે પાછું બાળક બનવું છે..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?