આપણે ત્યાં કેહવાય છે કે જે વ્યક્તિ પોતાની વાત પર મક્કમ હોય છે, અડગ હોય છે તેને કોઈ નમાવી શક્તો નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ તે પોતાની વાત પર મક્કમ હોય છે.! સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કુશની રચના જેમાં તેમણે હું પર ભાર મૂક્યો છે.
હું હિમાલય જેવો અડગ છું
હું હિમાલય જેવો અડગ છું
એમ કઈ હું કોઈથી ડગું નહિ.
સુરજના કિરણો થી હું કદી
બરફ બની પીગળું નહિ.
સમયની થપાટ ઉર પર લઇ
હું કદી રતીભાર પણ બટકું નહિ.
નદીયું છે મારા પર જ નિર્ભર
રડીને કદી એને છલકાવું નહિ.
ભડભાદર થઇ ને પડ્યો છું
અંતરને કદી ગણકારું નહિ.
હું સફેદને દુધે મઢેલો
રંગોને કદી પહેચાનું નહિ.
પવન માથા પછાડે કેટલા
તસુભાર પણ હું હલું નહિ.
હું છું પ્રકૃતિનો આધાર
કોઈને નિરાધાર કરું નહિ.
કાવાદાવા જોયા નજરું સામે
માનવ કદી હું થાવ નહિ.
એકલો છું પણ અખૂટ છું
તાબે કોઈ ના થાવ નહિ.
સંત જેવો જીવ છે મારો
મોહતાજ કોઈ નો થાવ નહિ.
મહાદેવ નો વાસ છે જ્યાં
નહિ તો હું કદી નમું નહિ.
-કુશ