જે આપણા શબ્દોને સમજી શકે તે આપણા સગા અને જે આપણા મૌનને સમજી શકે તે આપણા મિત્ર.. આપણા જીવનમાં મિત્રનું સ્થાન શું છે તે કહેવાની જરૂરત નથી.. પરિવારજનો આપણે પસંદ નથી કરી શકતા પરંતુ મિત્રો આપણે જાતે પસંદ કરીએ છીએ.. મિત્ર વગર જીવન અધૂરૂં લાગે છે. આપણે જેની સાથે દિલની વાતો શેર કરી શકીએ તે મિત્ર હોય છે. કહેવાય છે કે બહુ બધા મિત્રો હોવા જરૂરી નથી.. એક સાચો મિત્ર હોયને સાથે તો પણ કાફી છે. આજે નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે છે એટલે મિત્રોને સમર્પિત એક રચના સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
તું ટીપાં માટે તરસે
અને એ દરિયો પીરસે
એ દોસ્ત
તારી ખુશીમાં વણાય,
ને તારા આંસુમાં તણાય,
એ દોસ્ત
તને મોડી રાત્રે જગાડે,
મુશ્કેલીમાં ભગવાન ઉઠાડે,
એ દોસ્ત
તારી હસી મજાક ઉડાડે
નિરાશ જોઈ દુનિયા ઉપાડે
એ દોસ્ત..
જાણે મુંઝાયેલા મનની વાત
સાથે બેસે તો ટૂંકી પડે રાત
એ દોસ્ત
તેનાથી પલ દૂર ના જવાય,
જીંદગીમાં જે ના ભૂલાય
એ દોસ્ત