હાલ વરસાદની સિઝન ચાલી છે.. પહેલાનો સમય એવો હતો જ્યારે બાળકો વરસાદમાં ન્હાવા જતા. વરસાદનો આનંદ લેતા. વરસાદમાં હોડી બનાવી તેને તરતા મૂકતા.. પરંતુ હવેના સમયમાં વરસાદમાં પલળતા નાના બાળકો જોવા જ નથી મળતા.. વરસાદ માટે આપણે ત્યાં અનેક કવિતાઓ લખવામાં આવી છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના વરસાદ ઝીલું છે,, તે રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
ખોલી મનનું બારણું વરસાદ ઝીલું છું,
ખોબો ભરી લેવો છે વરસાદ ઝીલું છું..
આંખો રડી રડી રડી, પડી ગઈ કોરીકટ
આંખો ભીની કરવા વરસાદ ઝીલું છું..
લીલું પાન પડ્યું સૂકું, મુરઝાયું છે ફૂલ
કરવા એને તરબતર વરસાદ ઝીલું છું..
કિંમત પાણીની પૂછો સૂકી ધરાને જરા,
ભીંજવવા સુગંધને વરસાદ ઝીલું છું..
તારી ક્ષણે ક્ષણની યાદો ભરી બારીશ
યાદમાં તારી ખોબેખોબે વરસાદ ઝીલું છું..