Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,


  • Published By :
  • Published Date : 2024-02-27 17:36:57

આપણે અનેક વખત જોયું હશે કે માણસની કદર તેના ગયા પછી થતી હોય છે. આપણે વર્તમાન કરતા ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં રહેતા હોઈએ છીએ. એ પણ આપણે જાણીએ છીએ કે કોઈ અમર નથી પરંતુ જ્યારે કોઈ માણસ ચીર વિદાય લે છે ત્યારે દુ:ખ થાય છે. રચનામાં કવિ પ્રેમની વાત કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે પ્રેમમાં પ્રેમી એટલો પાગલ થઈ જાય છે કે તે કઈ ગલીમાં જઈ રહ્યો છે તેની ખબર નથી હોતી...! સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝની રચના. 


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?


જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,

અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.


ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,

પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?

આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!


પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,

તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.


આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,

શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!


આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,

પૂરી જે થાય એવી જીવનની સફર નથી.


-મરીઝ

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.