Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-25 17:06:31

આપણે જેના માટે ઝંખતા હોઈએ છીએ તે ખુશી હોય છે.. ખુશી હોય તો જીવન જીવવા જેવું લાગે છે.. કોઈ પ્રેમ કરે તો આપણને જીંદગી જીવવા જેવી લાગે છે. પરંતુ જ્યારે પ્રેમી આપણને છોડીને જતો રહે ત્યારે? ખુશીના પળ ગમમાં ફેરવાતા વાર નથી લાગતી.. જેના માટે આપણે દુનિયાને છોડવા તૈયાર હોઈએ અને એ જ આપણને  છોડીને જતા રહે ત્યારે જે આપણી પર વિતે છે તે શબ્દમાં વર્ણવી શકાતું નથી.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના જેમાં તે જીવનની ફિલસૂફી સમજાવી રહ્યા છે..! 


જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.


આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !

તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.


દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,

જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.


દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,

મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.


કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,

કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.


કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,

રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.


એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,

મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.


– મરીઝ



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...