કવિની કલમમાં એવી ચિન્ગારી હોય છે જે આપણને અંદરથી હચમચાવી દે છે.. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં જઈને પાછું વડવું પડે એવું પણ બને.. જિંદગીનો ઉપદેશ્ય શું એ શોધવામાં વર્ષોના વર્ષો લાગી જાય, આખી જિંદગી પસાર થઈ જાય અને જે આપણને જોઈતું હોય તે આપણી સામે હોય તેવું પણ બને.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મનોજ ખંડેરિયાની રચના - એવું પણ બને..
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
– મનોજ ખંડેરિયા