Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના - છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-09 18:09:42

હાલ વરસાદની મોસમ છે.. વરસાદ વરસી રહ્યો છે. એક સમય હતો જ્યારે વરસાદ પડે તો બાળકો ન્હાવા દોડી જતા હતા. વરસાદમાં મન ભરીને લોકો પલળતા હતા, બાળકોને પણ વરસાદ ગમતો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. બાળકોને વરસાદમાં જવું નથી ગમતું. વરસાદની ભીની માટીની સુગંધ નથી ગમતી. હવે તો મોટા શહેરોમાં માટી પણ નથી રહી.. પહેલા તો વરસાદી પાણીમાં બાળકો કાગળની નાવડી બનાવતા અને તેને ચલાવતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના..   



છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !

વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?

વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,

વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?

આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે શું કામ નાખો છો માણસની જાત માથે આળ ?

વાદળ ક્યેા મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?

મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?

આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,

વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.

અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?

આપશ્રી ક્યાં….


- કૃષ્ણ દવે



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.