Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે ખલીલ ધનતેજવીની રચના - ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-24 17:08:57

માણસને એક શક્તિ આપવામાં આવી છે પ્રશ્ન પૂછવાની.. માણસ તર્ક વિતર્ક કરી શકે છે અને તેથી જ તે બધાથી અલગ છે. માણસ જ્યારે વિચારવાનું બંધ કરી દે છે જે ત્યારે અનેક પ્રશ્નો ઉભા થાય છે. માત્ર પ્રશ્ન કરવાનો સવાલ નથી પરંતુ પ્રશ્ન કોની સામે કરો છો તે પણ અગત્યનું છે. અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે લોકોને મદદ કરવી જોઈએ, માણસાઈને જીવતી રાખવી જોઈએ વગેરે વગેરે... પરંતુ જ્યારે મદદની વાત આવે ત્યારે, અથવા તો માણસાઈ દેખાડવાની વાત આવે ત્યારે લોકો આગળ નથી આવતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખલીલ ધનતેજવીની રચના પ્રસ્તુત કરવી છે.  

 

 

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે


નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે,

હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.


નથી અમે કંઈ અમારા ઘરમાં ઉછીનું અજવાળું લઈને બેઠા,

અમારા દીવા સળગતા રહેશે હવાને પૂછો શું પૂછવું છે.


અમારી નેકી-બદીનો આખો હિસાબ મોઢે કરી લીધો છે,

ઉઠો ફરીશ્તા, તમે તમારા ખુદાને પૂછો શું પૂછવું છે.


અમારા જખ્મો, અમારી પીડા, અમારી બીમારી ત્યાંની ત્યાં છે,

તબીબ પાસે જવાબ માગો, દવાને પૂછો શું પૂછવું છે.


સફર છે લાંબી ને રસ્તો ટૂંકો, છે રાત થોડી ને વેશ ઝાઝા,

કરી આ કોણે દશા અમારી દિશાને પૂછો શું પૂછવું છે.


દરેક વાતે કશુંક ખૂટે, વિચાર ટાંકો ને ટેભાં તૂટે,

યુગોથી બેઠી છે આ પનોતી, દશાને પૂછો શું પૂછવું છે.


ખલીલ, સૌમાં રહ્યો છે માણસ ને માણસાઈ મરી ચૂકી છે,

હયાતી પાસે જવાબ ક્યાં છે, ફનાને પૂછો શું પૂછવું છે.


– ખલીલ ધનતેજવી



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?