Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના - ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 16:33:40

સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે કહી રહ્યા છે કે વધુ પડતું કંઈ પણ સારૂ નથી હોતું. અતિશય વરસાદ પણ સારો નથી હોતો અને દુકાળ પણ સારો નથી હોતો. માપસરમાં રહેલી વસ્તુઓ જ કામની હોય છે તેવી વાત કવિ કરી રહ્યા છે. માણસના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે પરંતુ તેનો કોઈ અણસાર નથી હોતો.  


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;

અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.


તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?

ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.


અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,

બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો


હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,

ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો


જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને,

મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.


ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,

ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.


ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,

કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,

નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

– શેખાદમ આબુવાલા…



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?