દેશમાં આવતી કાલથી લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ જવાની છે. આવતીકાલે 102 બેઠકો માટે મતદાન થવાનું છે... મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે જેને સામાન્ય લોકો પોતાની ભાષામાં લોલીપોપ કહે છે...! ચૂંટણી સમયે અનેક લોકો એવા હોય છે જે નેતાજી દ્વારા કરવામાં આવતા પ્રચારને બારીકીથી નિરખતા હોય છે...
ચૂંટણી નજીક આવતા કોઈ વખત નેતાજીની આંખોમાંથી આંસુ નિકળે છે તો કોઈ વખત કોઈ મંદિરની મુલાકાત નેતાઓ લઈ રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ચૂંટણીને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે... આ રચના કોની છે તેની ખબર નથી અને જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવો...
લોલીપોપની લ્હાણી
મગર આંસુએ સૂકી આંખે નેતાજી બેફામ રડે છે
બપોરી ઉનાળે નગરમાં ચૂનાવી મોસમ જામી છે
ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ઉતરે
ખુરસીની રેસમાં, વચનો વેચવાની હોડ જામી છે
તક સાધુઓની મેલી રમત ઘર ગલીએ ભુવા ધૂણે
દેવસ્થાને દેવ દેવીએ પૂજાની હેલી જામી છે
વાહ મુંગાને બોલવાની રતાંધળાને જોવાની છે
દ્રષ્ટિ મળી ચૂંટણી પારકા પગે દોડની રેસ લાવી છે
કાંઠા કબાડે પાવરધાની ખુલી મોસમ ગોરખ ધંધે
ચૂંટણી ચકરાવે જનતા ચૂસે છે લોલીપોપની લ્હાણી