Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે માને સમર્પિત રચના પ્રસ્તુત છે - મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે...


  • Published By :
  • Published Date : 2024-02-15 17:05:59

બાળકના જીવનમાં માતાનું સ્થાન એવું હોય છે જેની તોલે કોઈ ના આવી શકે. આપણે ત્યાં ભગવાન કરતા પણ મોટું સ્થાન માતા પિતાને આપવામાં આવ્યું છે. એવું માનીએ છીએ કે ભગવાનને ભજવવાથી આપણને માતા પિતા નથી મળી જવાના, પરંતુ માતા પિતાની સેવા કરવાથી ઈશ્વર પ્રાપ્ત થાય છે! બાળકને નાનામાં નાની ઈજા ભલે કેમ ના હોય પરંતુ માતા માટે તે ઈજા મોટી હોય છે. ઈજા ભલે બાળકને થઈ હોય પરંતુ તેનું દર્દ માતાને થતું હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના.... 


મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે


જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,

લોહીના બુંદેબુંદમાં મારી માનું ઉધાર નીકળે.


તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,

ને તોય માં તારા મુખેથી ઓડકાર નીકળે.


તારા આ કાળિયાને એવો શણગારતી,

જાણે સજીને સાજ આખી સરકાર નીકળે.


પહેલામાં નિશાળે જોતા જો રડી પડું હું તો,

એની આંખોમાંથીય આંસુ ચોધાર નીકળે.


મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે,

મારી માવલડીના સપના સાકાર નીકળે.


દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,

તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.


સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,

તોય મારી માવડી મારી લેણદાર નીકળે..


- સાજીદ સૈયદ   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.