Gujarati Literature : સાહિત્યની સમીપમાં આજે આઈ સોનલને સમર્પિત દુહા...


  • Published By :
  • Published Date : 2024-01-13 12:09:34

ખીજ જેની ખટકે નહી 

રૂદયે કાયમ રીત

એવી મઢડા વાળી માત ની 

આવી સોનલ બીજ આજ !!


આજે સોનલ બીજ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં સોનલ માઈને સમર્પિત એવા દુહા જણાવા છે જેમાં માઈના ગુણગાન કરવામાં આવ્યા છે. આઈ સોનલના ઈતિહાસની વાત કરીએ તો  ટૂંક ઇતિહાસ કહું તો સોનલ માનો જન્મ પિતાજી હમીરબાપુ મોડને ત્યાં 8/1/1924 પોષ સુદ બીજના દિવસે મઢડામાં જ થયો હતો માતાજીનો જન્મ સોનલ બીજ તરીકે આખી દુનિયામાં ઉજવાય છે. 


કુરિવાજો તેમજ લોકોમાં જાગૃત્તિ માટે સોનલ માઈએ કર્યું છે કામ

સોનલમાંના 100 વર્ષ પૂરા થયા જેથી ભારતભરમાં આજે ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને સોનલમાં નો જ્યાં જન્મ થયો એ ગમ એટલે જૂનાગઢથી માત્ર 30 કિમી દૂર મઢડા ગામ કે જ્યાં ત્રિ દિવસીય સોનલ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મઢડા ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. સોનલમાં ભણવા તો ક્યારેય ગયા ન હતા પરંતુ અનેક ને ભણાવ્યા, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે લોકોમાં ક્રાંતિ જગાવી હતી. સોનલ મા એ સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા માટે લોકોમાં જાગૃતતા લાવી હતી. અને શિક્ષણને વેગ આપવા લોકોને સમજૂતી આપી હતી

Jay sonal ma - ભય ના રહે એના મન મા ............... | Facebook

સોનલમાં ના ઘણા દુહા લખાયા છે જેમાંથી અમુક દુહા તમારી સામે પ્રસ્તુ કરવા છે - 


જોય હતી જેની અમે વરસ આખું વાટ 

ઊગ્યો એ પ્રભાત સુદ બીજનો સોનબાઈ 


માંગ્યા કરતાં માવડી તું બમણું દેતી બાય 

કાળું કે બીજું ક્વ ભણા તોળે સોરઠ વાળી સોનબાઈ 


પાંખું દઈને પરમેશ્વરી તે ઉડતા કરી દીધા આઈ 

હવે સાચી દિશા દેખાડજે સાથે રહીને માં સોનબાઈ 



શુભ વિચારના સંસ્કાર અમને પાયા આઈ,

સઘડો સેવક સમાજ સદાય ઋણી સોનબાઈ. 


અને ખાસ કરી ને કાવી કાગ બાપુએ શું લખ્યું 

કાળી અંધારી કાય સુઝે નહી

વરણ માથે પડી રાત

એ... રજ ઉડે અને આભં ઢંકાણો

એની સુરજ પુરે છે સાદ

ઉગમણા ઓરડા વાળી

ભજુ તને ભેળીયા વાળી

કવિ કાગ બાપુ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.