અનેક લોકો કંઈ પણ કરતા પહેલા વિચારતા હોય છે કે લોકો શું કહેશે.. લોકોનું વિચારીને કંઈક આગળ કરવાનું અનેક લોકો ટાળી પણ દેતા હોય છે. પોતાના પ્રમાણે જીવવાની અલગ જ મજા આવશે માત્ર લોકો શું કહેશે તેની પરવાહ કરવાની નથી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જીવનને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.
આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ
ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ
લાશને કંધો દેવા પડાપડી કરે હર કોઈ
જીવતાને સપોર્ટ કરવા આવે ના કોઈ
મજા આવશે સ્વભાવમાં જીવવાની જિંદગી
શાને કોઈના અભાવ કે પ્રભાવમાં જીવવાની જિંદગી
નમક મળે આજે ઘેર ઘેર
મલમ ના મળે એકેય ઘેર
માટે તૂટશે એ ફેંકાશે અહીં
પ્રેક્ટીકલ હશે એ જ ચાલશે અહીં
આ જિંદગી છે તમારી, તમે જ સંભાળી જુઓ
ચાર લોકો શું કહેશે એ વાત મનમાંથી કાઢી જુઓ