બાળકોને સૌથી વધારે પસંદ વેકેશનના દિવસો હોય છે.. વેકેશન દરમિયાન બાળકો જી ભરીને જીવી લે છે.. મોટા લોકો જ્યારે નાના બાળકોને જોવું છે ત્યારે તેમને પોતાનું બાળપણ યાદ આવી જાય છે.. માની મમતા યાદ આવી જાય છે, બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવી જાય છે.. પાડોસી દ્વારા પિતાને કરવામાં આવતી ફરિયાદ યાદ આવી જાય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં આવી જ વાતોને વાગોળવામાં આવી છે... આ રચના કોની છે તેની જાણ હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે,
જ્યાં બા કાંસકો લઈ મારા વાળ ઓળે છે..
કોઈ પણ ભુલે મારા બાપુજીનો એક જ ઠપકો
અલ્યા શું કામ મારૂં નામ બોળે છે?
પાડોશી હંમેશા ફરિયાદ લઈને આવતો
તમારો છોકરો વાડાની બદામ તોડે છે..
મોંઘા ગાલચાઓમાં ક્યાં ઉંઘ આવે છે,
પોઢવાની મજા તો બસ બાના ખોળે છે...
ખાવામાં આડાઈ કરૂં તો બા બીક બતાવે
ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે..
મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ
સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે...