Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના - કોણ પૂછે તો કહું કે આ ઉદાસી..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-21 18:38:34

અનેક લોકો એવા હોય છે જે કારણ વગર ઉદાસ હોય છે.. જીવનમાં કોઈ ગમ ના હોય તો પણ તેઓ પોતાના જીવથી નાખુશ હોય છે. બધુ બરાબર હોય જીવનમાં તો પણ તે ખુશ ના હોય. કોઈની યાદ આવે તો પણ મન ઉદાસ થઈ જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના..    


કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?

ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.


જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!

પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.


બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ

નામ સરનામા વગરના કાગળોની જેમ છે.


હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું

એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.


થાય છે કાયા વગરનો એક પડછાયો હવે

શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.


– ચિનુ મોદી



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...