Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના - સરકારને કરોડો મોઢા હોય છે .


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 17:05:56

આવતી કાલે દેશમાં લોકસભા ચૂંટણીના મતદાન માટેનો અંતિમ તબક્કો યોજાવાનો છે. ચોથી જૂને પરિણામ આવવાનું છે. સરકાર માટે એવું કહેવાય છે કે સરકાર ગમે તે ધારે તે કરાવી શકે છે.. કવિઓને લખાવી શકે છે, કળાકારને કળા કરાવી શકે, એક હાથે તાળી પડાવી શકે છે.. સરકાર લોકોના અવાજ પણ બંધ કરાવી શકે છે.. પરંતુ જ્યારે ગરીબની આંખ ફરે છે ત્યારે સરકાર ફરે છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના સરકાર..       



સરકારને કરોડો મોઢા હોય છે .

પણ એક આત્મા હોતો નથી

સરકાર અવાજની માલિક છે

અને માલિકનો અવાજ છે

સરકાર વિચારો કરાવી શકે છે

સરકાર લેખકને લખાવી શકે છે

ચિત્રકારને ચીતરાવી શકે છે

ગાયકને ગવડાવી શકે છે

કલાકારને કળા કરાવી શકે છે

એક હાથે તાળી પડાવી શકે છે

રવિવારને સોમવાર બનાવી શકે છે

નવી પેઢીને જૂની કરી શકે છે

પૈસા છાપી શકે છે , શ્વાસ ઉગાડી શકે છે

વીજળી વેચી શકે છે , ઈતિહાસ દાટી શકે છે

અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે

સરકારની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે

સમય ફરે છે, માણસ ફરે છે

યંત્ર ફરે છે, મંત્ર ફરે છે

પણ એક દિવસ ,

ગરીબની આંખ ફરે છે , અને-

સરકાર ફરે છે .

- ચંદ્રકાંત બક્ષી



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..