Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના - નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 17:39:52

કલમમાં એવી તાકાત રહેલી છે જેમાં શબ્દોના માધ્યમથી એવું આબેહુબ વર્ણન કરવામાં આવતું હોય છે જેને સાંભળ્યા કે વાંચ્યા બાદ આપણી સમક્ષ એક ચિત્ર ઉભું થઈ જાય. શબ્દોમાં પણ તાકાત રહેલી છે. અને એમાં પણ જ્યારે પ્રેમનું અથવા તો પ્રેમીનું વર્ણન કોઈ કવિ કરે ત્યારે તો કહેવું જ શું... આપણી જિંદગીમાં અનેક લોકો એવા હોય છે જે દોસ્ત પણ નથી થતા અને દુશ્મન પણ નથી થતા. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના ...   


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,


નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,

મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.


અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા,

ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં.


જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે,

મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં.


પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,

મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.


તને ખોયાનું દુઃખ છે કિન્તુ આંસુ કોણ લૂછવાનું?

નથી તું મારી પાસે એથી રુદન પણ નથી થાતાં.


પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કેમ મેળવવું?

જગતના એવાં મૃગઝળ છે કે મંથન પણ નથી થાતાં.


કર્યું પારસ સમું પથ્થર હૃદય બેફામ તોયે શું?

કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં


- બેફામ 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?