Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે અંકિત ત્રિવેદીની રચના - એવા મારા પિતા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-29 16:39:44

પિતા માટે આપણે ત્યાં ઓછું કહેવાયું છે, ઓછું લખાયું છે. માતા માટે જેટલું કહેવાયું છે કે તેટલું પિતા માટે નથી કહેવાયું. માતા બોલીને પ્રેમ વ્યક્ત કરી શકે છે પરંતુ પિતા મૌન બનીને બાળકના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. પિતા બાળકને હિંમતવાન બનાવવા માગે છે, એવા મજબૂત બનાવા માગે છે કે દુનિયાની આગળ તે ઝૂકી ના જાય, દુનિયાનો સામનો બાળક કરી શકે તેવી રીતે બાળકને પિતા ટ્રેનિંગ આપે છે. પરંતુ અનેક વખત પિતાને બાળકના નફરતનો સામનો કરવો પડે છે. 


 

એવા મારા પિતા.... 

આજે સાહિત્યના સમીપમાં અંકિત ત્રિવેદીની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે પિતા વિશે કહે છે. પિતા કહ્યા વગર બાળકને બધુ શિખવાડતા હોય છે. પિતાથી બાળક ડરે છે પરંતુ જ્યારે બાળક પિતાને સમજતો થાય છે ત્યારે પિતા બાળકના મિત્ર બની જાય છે. દુનિયાનો સામનો કઈ રીતે કરવો જોઈએ તેની ટ્રેનિંગ પપ્પા આપે છે.      


પિતા વિશે સ્વયં પિતા મૌન છે

દુનિયાના મહાભારત આગળ 

કૃષ્ણ કહે છે ગીતા... એવા મારા પિતા... 

કહ્યા વગર જે શીખવાડે

એવો શિક્ષક જેનામા ,

એ પિતા મારામાં જીવે 

હું જીવું એનામાં... 

સુખના દિવસો છલકાવવામાં, 

દુ:ખનાં આંસુ પીતા... એવા મારા પિતા... 

ટેકો આપી બેસાડે તે મમ્મી 

ટેકા સાથે કરે ચાલતા પપ્પા, 

એ પપ્પાનું શીખી શીખીને 

મિત્રો આગળ બચપણ મારે ગપ્પાં 

ધરતી જેવું ધૈર્ય જીવે, 

માણસના રૂપમાં સીતા..એવા મારા પિતા... 

ક્યારે થઇશ તું મોટો કહેતાં 

છું મોટો તો કહે છે રહ્યો હજુયે નાનો, 

બીક લાગતાં દિવસો ક્યારે 

દોસ્ત બન્યા એ કહું છું મુજને છાનોમાનો 

સંબંધોના કાગળ ઉપર જેણે જીવી કવિતા... 

એવા મારા પિતા... 

- અંકિત ત્રિવેદી



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?