Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના - લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી....


  • Published By :
  • Published Date : 2024-07-06 18:03:16

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે.. પ્રેમીઓ અલગ જ દુનિયામાં જીવતા હોય તેવું લાગે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી..   




લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,

ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.


એની સતત નજર અને મારા હૃદય ઉપર ?

કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?


એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?

શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.


થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,

ફુરસદ મને મળે જો તમારા વિચારથી.


સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?

મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી


અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ

ખંડેર જેવું લાગે છે ,”આદિલ’ ” બહારથી.


આદિલ મન્સૂરી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે