Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે સમયને સમર્પિત રચના - સમયને આમ ન જવા દે સમયને સાચવી લે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-06 15:52:02

Time And Tide wait for none.. આપણે ત્યાં આવી કહેવત છે.. સમય કોઈના માટે રોકાતો નથી. સમયને ઓળખતા આપણને આવડવું જોઈએ. જો યોગ્ય સમયે નિર્ણય નથી લેવામાં આવતો તે તેનું દુ:ખ જીવનભર રહેતું હોય છે. સમય વેડફાઈ જાય એ બાદ આપણને સમયની કદર થતી હોય છે. એ સમયે આપણે કહેતા હોઈએ છીએ કે જો એ સમયે આ નિર્ણય લઈ લીધો હોત તો... પરંતુ સમય કોઈના માટે રોકાતો નથી. આપણે સમયને સાચવીશું તો જ વ્હાલો સમય આપણને સાચવજે...


સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે સમયને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. સમય કોઈના માટે નથી રોકાતો. જો ખરાબ સમય હોય તો ધીરજથી કામ લેવા માટે કવિ કહી રહ્યા છે. સમય બળવાન છે અને સમયથી બળવાન કોઈ નથી તેવું કવિ કહેવા માગે છે. તકને લઈને પણ કવિ કહી રહ્યા છે. જે સમયે તક મળે તેને ઝડપી લેવી જોઈએ. કારણ કે ગુમાવેલી તક અને વેડફેલો સમય પાછો ક્યારે નથી મળતો...     


સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમયનો સદ્ઉપયોગ કરી લે,


સમયને આમ ન જવા દે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમય સર ઝડપી લે,


સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,


સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,


સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામ તુ કર,


ભરત સુચક



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?