આજે 15મી ઓગસ્ટ છે.. 1947માં ભારત દેશ અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદ થયો હતો.. સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવનની કુરબાની આપી હતી.. ઘણા સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી હતી.. આઝાદીના અમૃત કાળની આપણે ઉજવણી કરી રહ્યા છીએ.. આઝાદ તો આપણે થઈ ગયા પરંતુ આજે પણ અનેક એવી સમસ્યાઓ છે જેની વાત કરવી જરૂરી બની છે..સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને લગતી રચનાને... આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ...
ગુલામીના દિવસોમાં તરફડતું હિંદુસ્તાન
આઝાદીનાં દિવસોમાં રઝળતું હિંદુસ્તાન
ગયા વર્ષોની ગુલામી તો આઝાદી જેવી લાગી
આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી
ગયા વર્ષોના દિવસોમાં રંગ ભેદભાવ હતો
આજની આઝાદીનાં ઉંચ નીચનો ભેદભાવ જોયો
ગુલામીનાં દિવસોમાં એકતાથી આઝાદી મેળવી
આજના આઝાદીના દિવસોમાં એકતા ગીરવે મૂકી દીધી
ગુલામીના દિવસોમાં ભૂખને પણ ભૂંડી માની
આઝાગીના દિવસોમાં ભરપેટે પણ ભૂખ લાગી
ગુલામીના દિવસોમાં શિક્ષણ વિદેશી રહ્યું
આઝાદીના દિવસોમાં ઘર આંગણે અભણ દેખાયું..