Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના - ક્ષણને વધાવજે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-25 15:25:55

અનેક લોકો હોય છે જે જીવનને મસ્તી સાથે નથી જીવતા પરંતુ તે જીવે છે કેમ છે તેનો બોજો લઈને જીવતા હોય છે.. જે કામમાં આનંદ આવતો હોય તેને ટાળીને જે કામ પસંદ નથી તે કામ કરવું પડતું હોય છે.. ઘણા લોકો એવું પણ કહે છે કે સમય નથી.. પરંતુ અનેક વખત આપણે પોતાએ અનુભવ્યું હશે કે જે લોકો પાસે આખો દિવસ બીઝી હોય છે તેમની પાસે સમય હોય છે પરંતુ જે નવરા હોય છે તેમની પાસે સમય નથી હોતો. જીવનમાં તકલીફો તો રહેવાની છે પરંતુ તેનો સામનો આપણે કેવી રીતે કરીએ છીએ તેની પર નિર્ધાર રહેલો છે.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને જાણ હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  




કહે જે કે સમય જ ક્યાં છે

નવરોએ જન છે કાયમનો 

ઉદ્યમીએ સાચો જે જીવ છે ક્ષણને

ક્ષણને વધાવે એનું નામ જીંદગી


ભૂલેલો પણ નીકળી જાય છે ભવ પાર

ચૂકેલો પણ નીકળી જાય છે અચૂક એક વાર

જ્યારે જાણે છે જીવનની એ ક્ષણને

ક્ષણને વધાવે એનું નામ જીંદગી


તકલીફ તો જીવનનો એક છે મુકામ 

ટેવાવું પડશે જીરાવવા એ બધું તમામ

મજા તો ત્યારે જઆવે જ્યારે પામી લ્યો છો ક્ષણને

ક્ષણને વધાવે એનું નામ જીંદગી



અનેક લોકો હોય છે જે જીવનને મસ્તી સાથે નથી જીવતા પરંતુ તે જીવે છે કેમ છે તેનો બોઝો લઈને જીવતા હોય છે.. જે કામમાં આનંદ આવતો હોય તેને ટાળીને જે કામ પસંદ નથી તે કામ કરવું પડતું હોય છે.

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં આવી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે.

દીકરીને આપણે વ્હાલનો દરિયો કહીએ.. દીકરીને આપણે સાક્ષાત દેવીનું રૂપ માનીએ છીએ.. અનેક ઘરોમાં દીકરીઓનું પૂજન થાય છે પરંતુ અનેક ઘરો એવા હોય છે જ્યાં દીકરીઓને તિરસ્કારથી જોવામાં આવે છે.. દીકરી નથી ગમતી હોતી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે.