Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત રચના- નાનપણમાં સાથે જમીએ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-19 17:19:52

આજે રક્ષાબંધનનો તહેવાર છે.. ભાઈ બહેનનો તહેવાર છે.. ભાઈ બહેન ગમે તેટલું કેમ ના ઝઘડે પરંતુ એક બીજાથી અલગ નથી રહી શકતા. એક જ્યારે દુ:ખી હોય ત્યારે તેનું દુ:ખ જોઈ તે પણ દુ:ખી થઈ જાય છે.. માતા પિતા સિવાય ભાઈ બહેન જ એવા હોય છે જેમને આપણે પોતાના કહી શકીએ છીએ. એવા લોકો જે આપણી પ્રગતિ જોઈ દિલથી ખુશ થાય, આગળ વધીએ તો પણ તે રાજી રાજી થઈ જાય. એકબીજાને ભાઈ બહેન ચીડવે પરંતુ જ્યારે મમ્મી કે પપ્પા કોઈને બોલે તો તેના પડખે આવીને ઉભા રહે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા..



નાનપણમાં સાથે જમીએ

એકબીજાના વાળ ખેંચીએ

રમકડાં માટે ઝગડીએ

એવો ભાઈ-બહેનનો પ્રેમ


નિશાળમાં હોઈએ ત્યારે

ટીવી રિમોટ માટે ઝગડીએ

એકબીજાને ચીડવીએ 

મમ્મીને જઈને ફરિયાદ કરીએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


કોલેજમાં આવીએ ત્યારે

એકબીજાની ઉતારી પાડીએ

એકબીજાને ભણવામાં મદદ કરીએ

એકબીજાની છાની વાતો ઉઘાડી પાડવાની ધમકી આપીએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


લગ્ન પછી બેઉ નાનપણના દિવસોને યાદ કરીએ

જુના દિવસો યાદ કરીને હસીએ

અને એકબીજાને મળવાની રાહ જોઈએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે

ભાઈ માટે રક્ષા માગે

ને ભાઈ બહેનને કાંઈ ગિફ્ટ જ ના આપે

એવો ભાઈ બહેનનો પ્રેમ


ભાઈ બહેન માટે જીવ પણ આપે

એની ઢાલ બનીને ઉભો રહે

અને ક્યારેક ખીજાઈ પણ લે

એવો સુંદર મજાનો ભાઈ બહેનનો પ્રેમ



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...