બાળક જ્યારે નાનું હોય છે ત્યારે અનેક માતા પોતાના સંતાનને કૃષ્ણ, કાન્હો કહીને બોલાવતી હોય છે. કૃષ્ણ એટલે આકર્ષણ.. કૃષ્ણના પ્રેમમાં અનેક ભક્તો ભાવ વિભોર જોવા મળતા હોય છે. ભગવાન રામને મર્યાદા પુરૂષોત્તમ કહેવામાં આવે છે તો કૃષ્ણને પૂર્ણ પુરૂષોત્તમ કહેવામાં આવે છે. 64 કળાના સ્વામી શ્રી કૃષ્ણને માનવામાં આવે છે. કૃષ્ણને સારા રાજનૈતિક ગણવામાં આવે છે. કૃષ્ણ એવા ભગવાન છે જે વાંસળી પણ વગાડી શકે છે અને જે સુદર્શન ચક્ર પણ ચલાવી શકે.
હે કૃષ્ણ ફરી તારે ધરતી પર આવવું પડશે
સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. કૃષ્ણ ભગવાનને ધરતી પર ફરી આવવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. રાજનીતિના પાઠ ફરીથી ભણાવા માટે ધરતી પર આવવું પડશે. મિત્રતાના પાઠ શીખવા માટે ધરતી પર આવવું પડશે.
હે કૃષ્ણ ફરી તારે ધરતી પર આવવું પડશે,
રાજનીતિના પાઠ તારે ફરી શીખવા પડશે..
હે નંદના લાલા તારે ફરી ધરતી પર આવવું પડશે,
પ્રેમની પરીભાષા તારે ફરી શીખવી પડશે.
હે વસુદેવ પુત્ર તારે ફરી ધરતી પર આવવું પડશે,
કળયુગ કેરી દુનિયામાં તારે ફરી લીલાં કરવી પડશે.
હે જશોદાનાં જાયા તારે ફરી ધરતી પર આવવું પડશે,
માની મમતા શું છે એ તારે ફરી શીખવું પડશે.
હે અર્જુનનાં મિત્ર તારે ફરી ધરતી પર આવવું પડશે
મિત્રતાની વાત તારે ફરી શીખવી પડશે.
હે દ્રોપદીનાં સખા તારે ફરી ધરતી પર આવવું પડશે
કળયુગ કેરી દુનિયાને ચીર હરણ કરતા રોકવા પડશે.
- વિપુલ પરમાર