Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - જો દોસ્ત તું ના હોત...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-17 18:37:21

દરેકના જીવનમાં દોસ્તનું મહત્વ અનેરૂં હોય છે.. જો દોસ્ત ના હોય તો જીવન અધૂંરૂ લાગે છે.. જે વાતો આપણે માતા પિતા સાથે નથી કરી શકતા તે વાત આપણે બિંદાસ રીતે મિત્રને કહી શકીએ છીએ.. નાનપણમાં આપણે તેની સાથે રમત રમતા હતા. નાની નાની વાતોમાં આપણે તેને ખીજવીએ, રિસાય જાય તો આપણે તેને મનાવીએ.. મોડી રાત્રે આપણે તેમની સાથે વાત કરી શકીએ.. રિલેશનશીપમાં જો કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે તેને શેર કરી શકીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



જો દોસ્ત તું ના હોત,

કોની સાથે રમત એ સંતાકુકડી અને પકડદાવની એ રમત


જો દોસ્ત તું ના હોત,

તે સ્કૂલથી ઘરે આવવાની હરીફાઈ અને

તે લેશન પુરૂ કરવાની હરીફાઈ


જો દોસ્ત તું ના હોત,

કોનાથી હું નારાજ થાત અને 

કોણ મને મનાવત?


જો દોસ્ત તું ના હોત,

કોલેજની એ મસ્તી અને એ

મોડી રાતની પાર્ટી કોની સાથે થાત?


જો દોસ્ત તું ના હોત,

કોણે ઠેકડી ઉડાવત મારા તે બ્રેકઅપની

અને કોણ દેવદાસ કહીને મને ચીડવત?


જો દોસ્ત તું ના હોત,

પુસ્તકોનાં પાઠ તો આવડી જાત

પણ જીવનનાં પાઠનું શું થાત?

જો દોસ્ત તું ના હોત...



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...