એક તરફ બોલિવૂડમાં બોયકોટ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. કોરોના મહામારીની અસરમાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહાર આવી રહી છે. ફેસ્ટિવ વીકએન્ડ પર બોલિવૂડની ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મોની ટિકિટોનું વેચાણ વધ્યું છે.ગુજરાતી ફિલ્મોની ટિકિટોનું વેચાણ થતાં ફિલ્મ એક્ઝિબિટરો એ રાહતનો શ્વાસ લીધો છે.
બોક્સ ઓફિસ પર ગુજરાત ફિલ્મોનું સારુ પ્રદર્શન
છેલ્લા છ મહિનામાં બોલિવુડની ફિલ્મોનું પ્રદર્શન બોક્સઓફિસ પર નબળું રહ્યું છે એવામાં ગુજરાતી ફિલ્મો ધૂમ મચાવી રહ્યા છે. વધુમાં વધુ દર્શકોને આકર્ષવામાં ગુજરાતી ફિલ્મો સફળ થઈ રહી છે. કોરોના મહામારીને કારણે થયેલા નુકસાનથી ઢોલીવૂડ બહાર આવી રહ્યું છે. તહેવારોની સિઝનમાં લોકો ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કર્યું છે.
દિવાળીના તહેવારમાં મળશે વધુ દર્શકો
ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો આવ્યા હતા. રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિનની રજાઓના લીધે લોન્ગ વીકએન્ડ લોકોએ એન્જોય કર્યો હતો. મળતી માહિતી મુજબ રજાઓ દરમિયાન બોલિવુડની ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોને વધુ દર્શકો મળ્યા હતા. હવે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલના માલિકોને અપેક્ષા છે કે, ગુજરાતી ફિલ્મો દિવાળીમાં વધુ સારી કમાણી કરશે.
આશ્ચર્યની વાતએ છે કે બોલિવુડના જાણીતા અભિનેતાઓની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. તેમની ફિલ્મો કરતાં પણ કેટલીક ગુજરાતી ફિલ્મોએ સારી કમાણી કરી છે. મળતા આંકડા મુજબ બોલિવુડ કરતાં ગુજરાતી ફિલ્મોની ટીકિટોમાં 35 ટકા કરતા વધારે વેચાઈ છે.
ગુજરાતી ફિલ્મ બની દર્શકોની પસંદ
કોરોના મહામારી
બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી એક વખત બેઠી થઈ રહી છે. 2022ની અનેક ગુજરાતી
ફિલ્મો કહેવતલાલ પરિવાર, નાડી દોષ સહિતની ફિલ્મો દર્શકોને ગમી રહી છે. હાલમાં
રિલીઝ થયેલી ફક્ત મહિલાઓ માટે ફિલ્મને દર્શકો પસંદ કરી રહ્યા છે.